તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી કરતો ચાલક પોલીસને જોઇ કાર ભગાવતાં ડિવાઇડર સાથે અથડાઇ

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. - Divya Bhaskar
અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
  • દાવલીની સીમમાં પોલીસને જોઇ કારચાલકે કાર ભગાવતાં અકસ્માત થયો
  • લકઝયુરીસ કારમાં દારૂની હેરાફેરી કરતો અમદાવાદનો શખ્સ ઝડપાયો

હિંમતનગર:  શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ ઉપર દાવલી ગામની સીમમાં ટોલટેક્સ ઉપર મોડાસા રૂરલ પોલીસે શામળાજી તરફથી આવતી કાર ને ઈશારો કરી ઉભી રાખવા પ્રયાસ કરતાં કાર ચાલકે પોલીસને જોઇને ભાગવા જતાં નવલપુર ગામની સીમમાં ડિવાઈડરને અથડાતાં કાર પલટી ખાઇ જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે 2.64 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદના કારચાલકની ધરપકડ કરી છે.

કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે અથડાઇ
મોડાસા રૂરલ પોલીસે દાવલી ગામની સીમમાં સફેદ કલરની સિયાઝ કાર નંબર જીજે 27 બી.ઈ. 85 49  આવતા કારને ઉભી રાખવા હાથ તથા લાકડીઓ બતાવી કાર ઉભી રાખવા ઇશારા કરતા કારના ચાલકે કારને એકદમ પુરઝડપે હંકારી બેરીકેટ તોડી રોંગ સાઈડે હિંમતનગર તરફના રોડે ભાગતાં પોલીસે કારનો પીછો કરતાં કારનો ચાલક નવલપુર ગામની સીમમાં કાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં રોડની સાઈડમાં ડિવાઇડર સાથે અથડાવી રોડની સાઈડમાં ચોકડીમાં કાર પલ્ટી ખવડાવી કારનો ચાલક ભાગવા જતાં ચાલકને ઝડપી લઇ કારની તપાસ હાથ ધરતાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો નંગ 126 કિંમત 63,000 મોબાઇલ ફોન કિંમત 1000 તથા કાર કિંમત 200000 સાથે કુલ કિંમત 2,64,000 ના મુદ્દામાલ સાથે સંજયભાઈ ધનપાલ ભાઈ શાહ વાણીયારહે. b/36 ગોપાલ નગર ચામુંડાનગરની સામે, 8 ખોડિયાર નગર બાપુનગર અમદાવાદને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...