તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશતાં 1.5 લાખ લોકોનું સૅનેટાઇઝિંગ- સ્ક્રિનિંગ કરાયું

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રમજીવી લોકોનું રજિસ્ટ્રેશન કરી સૅનેટાઇઝશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ - Divya Bhaskar
શ્રમજીવી લોકોનું રજિસ્ટ્રેશન કરી સૅનેટાઇઝશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ
  • શ્રમજીવી લોકોનું રજિસ્ટ્રેશન કરી સૅનેટાઇઝશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ

મોડાસા, સુનોખઃ કોરોના કહેરને પગલે રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો સીલ કરતા  ગુજરાતમાંથી અંદાજે 1.5 લાખથી વધુ લોકો રાજસ્થાનમાં પ્રવેશતાં સરહદ પર અટવાતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉદેપુર દોડી આવી સ્થાનિક પ્રશાસન તંત્ર અને આરોગ્ય વિભાગને સૂચના આપી ગુજરાતમાંથી પ્રવેશતા તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરી સૅનેટાઇઝશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથધરી હતી.
રાજસ્થાન સરહદો પરથી સીલ  હટાવી
શામળાજી મહિલા પીએસઆઈ એસ.એમ.પરમાર  અન્નક્ષેત્રના સંચાલકો બાબુકાકા,નીતિન પંડ્યા સહિતના લોકોએ તમામ શ્રમિકો માટે પાણી ચા-નાસ્તા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી.રાજસ્થાન સરકારે  આંતરરાજ્ય સરહદો પરથી સીલ  હટાવી દઈ  ગુજરાતમાંથી પરત ફરતા લોકોને પ્રવેશ આપવા માટે કામગીરી હાથધરી લોકોનું  રજીસ્ટ્રેશન અને સેનેટરાઇઝ જ કરીને જે ગામના હોય તે ગામનું નામ સરનામું લખીને રાજસ્થાનની બસો મારફતે તેમના વતન મોકલવા કામગીરી કરી હતી. 
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર અને પોલીસતંત્રે  સરહદ પર તપાસ હાથ ધરી હતી. બીમાર અને તાવ શરદી ઉધરસ ખાંસીના લક્ષણો ધરાવતા લોકોને  ડુંગરપુર સારવાર અર્થે અને આઈસોલેશન માટે ખસેડવાની કામગીરી કરી છે

અન્ય સમાચારો પણ છે...