ખેરાલુ તાલુકાના ચાડામાં શુક્રવારે વહેલી સવારે ઘરના ધાબા ઉપર સૂતેલી પરિણીતાની પડોશમાં રહેતા યુવકે છેડતી કરી પરિવાર સાથે ભેગા મળી માર માર્યો હતો. જે અંગે યુવક સહિત 4 જણા સામે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ચાડા ગામની એક મહિલા શુક્રવારે ઘરના ધાબા ઉપર સૂતી હતી. ત્યારે વહેલી સવારે મહિલાના પતિ વાડામાં બાંધેલી ગાયો દોહવા ગયા ત્યારે તેની એકલતાનો લાભ લઇ પાડોશમાં રહેતો કેતન પરમાર ધાબા ઉપર આવી શરીર સાથે ચેડાં કરવા લાગતાં મહિલાએ બૂમાબૂમ કરતાં કેતન પરમાર તેના ઘરમાં જતો રહ્યો હતો.
બૂમાબૂમ સાંભળી દોડી આવેલા દિયરને મહિલાએ ઘટનાની જાણ કરતાં તે કેતનને ઠપકો આપવા તેના ઘરે જતાં ઝઘડો થયો હતો. જેમાં કેતન સહિત તેના પરિવારજનોએ મહિલાને માર મારતાં ઇજા પામી હતી. મહિલાએ છેડતી કરનાર પરમાર કેતન ભીખાભાઇ તેમજ માર મારનાર ભીખા સોમાભાઇ, શાન્તાબેન ભીખાભાઇ અને રેણુકાબેન ભીખાભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.