પોલીસની દોડધામ:ખેરાલુમાં દંપતી પર થયેલા જીવલેણ હુમલામાં પત્નીની હત્યા, પતિ ઘાયલ

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડોશમાં રહેતા યુવકે છરીથી હુમલો કર્યાની દિશામાં તપાસ હાથ ધરાઇ
  • બે શકમંદોના નામ મળતાં હત્યારાને પકડવા ખેરાલુ પોલીસની દોડધામ

ખેરાલુના રામરોટી રોડ પર સ્મશાન પાસે ઝુંપડું બાંધીને રહેતા દંપતી ઉપર શુક્રવારે મધરાતે થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ દંપતી પૈકી પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ઇજાગ્રસ્ત પતિનું નિવેદન મેળવી બે શકમંદોના નામ મળતાં હત્યારાને પકડવા તપાસ આદરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ખેરાલુના રામરોટી રોડ પર રહેતો ઇશ્વરજી તલાજી ઠાકોર ગરીબ હોઇ સામાજિક લગ્ન નહીં થતાં લીલાબેન નામની આદિવાસી મહિલાને પરણ્યો હતો. શુક્રવારે મધરાતે પાડોશમાં રહેતા કથિત યુવાન સાથે દંપનીને ઝઘડો થતાં યુવાને છરી વડે હુમલો કરી મહિલા અને તેના પતિને ગંભીર ઇજા પહોંચાડતાં બંનેને સારવાર અર્થે વડનગર સિવિલમાં લઇ જવાયા હતા.

જ્યાં લીલાબેન ઇશ્વરજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયું હતું અને પતિ હાલમાં સારવાર હેઠળ હોવાથી પોલીસે તેનું નિવેદન નોંધી કથિત યુવાન અને તેની સાથેનો અન્ય યુવાન એમ બે શકમંદોનાં નામ મેળવી હત્યાનું કારણ જાણવાની સાથે હત્યારાને શોધવા પ્રયાસ આદર્યા છે.

ઘટનાની જાણ થતાં ખેરાલુ દોડી આવેલા ડીવાયએસપી એ.બી. વાળંદે કહ્યું કે, હજી સુધી હત્યારાનું નામ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ ચાલુ છે, જે પૂરી થયા બાદ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...