મુલાકાત:ખેડૂતોની સિંચાઇના પાણીની બાકી માંગણીઓ ટૂંક સમયમાં જ પૂરી કરીશું :મંત્રી ઋષિકેશ પટેલ

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા મંત્રીએ ખેરાલુના ચિમનાબાઇ સરોવરની મુલાકાત લીધી

પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલે આજે ખેરાલુમાં ચિમનાબાઇ સરોવરની મુલાકાત લીધી હતી. આ તબક્કે ખેડૂતોએ પાણીના કેટલાંક પ્રશ્નો હજી પણ નથી ઉકેલાયાની રાવ વ્યક્ત કરતાં મંત્રીએ સતલાસણા અને ખેરાલુ તાલુકાની પાણીની બાકી માંગણીઓ પણ ટુંક સમયમાં પુરી કરીશું તેવો મત વ્યક્ત કરી સ્થળ ઉપર હાજર ઇજનેરોને જરૂરી સુચનો કર્યા હતા.

ત્રણ માસ અગાઉ ખેડુતોએ સિંચાઇના ચાર જેટલા પ્રશ્નો મુદ્દે આંદોલન છેડી ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય અજમલજી ઠાકોરની રજુઆત બાદ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલે ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડુતોની માંગણી મુજબ વરસંગ તળાવ અને ચિમનાબાઇ સરોવર ભરવાથી માંડી બંને તાલુકાના ૪૪ ગામોના તળાવો ભરવા ધરોઇથી પાઇપ લાઇનનો સર્વે કરવાની કામગીરી શરૂ કરાવી હતી. છેલ્લે રસુલપુર પમ્પીંગ સ્ટેશનમાં પાવર વધારાની માંગણી પણ પુરી કરતાં ચિમનાબાઇ સરોવરમાં સારૂ એવું પાણી આવતું થતાં સરોવરનું લેવલ ૧૮ ફુટે પહોંચ્‍્યું છે.

તેમ છતાં આજે સવારે બંને તાલુકાના ૪૦ ગામના ખેડુતોએ મોકેશ્વર ખાતે બાકી રહી ગયેલા પ્રશ્નો અંગે ચિંતન બેઠક યોજી હતી. તો બીજી આજે સાંજે પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલ ચિમનાબાઇની મુલાકાતે આવ્યા હતા. અહીં ધારાસભ્ય અજમલજી સહિત રમીલાબેન દેસાઇ વગેરેએ મંત્રીને ચિમનાબાઇની તસવીર ભેટ આપી સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ મંત્રીને મળવા દોડી આવેલા ખેડુતોએ પાણીના કેટલાંક પ્રશ્નો હજી પણ નથી ઉકેલાયાની રાવ વ્યક્ત કરતાં મંત્રીએ સતલાસણા અને ખેરાલુની સિંચાઇના પાણીની બાકી માંગણીઓ પણ ટુંક સમયમાં પુરી કરીશું તેવો મત વ્યક્ત કર્યો હતો અને સ્થળ ઉપર હાજર ઇજનેરોને સિંચાઇના પાણીનો પ્રશ્ન ઝડપી ઉકેલવા તેમજ પાઇપ લાઇન નાંખવાની કામગીરી તાત્કાલિક પુરી કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...