કાર્યવાહી:લૂંટ અને અપહરણના ગુનામાં ફરાર બે આરોપીઓ ઝડપાયા

ખેરાલુ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંનેને આંબાઘાંટાથી પકડી સતલાસણા પોલીસને સોંપ્યા

સતલાસણા પોલીસ મથકે નોંધાયેલ લૂંટ અને અપહરણના ગુનામાં સંડોવાયેલા બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મીઠા ગામનો ઠાકોર ભરતજી રતાજી અને ભાભર તાલુકાના અસાણાનો ઠાકોર ભરતજી બળવંતજી બંને જણા પોલીસ ધરપકડથી બચવા નાસતા ફરતા હોઇ જિલ્લાની પોલીસ તેમને શોધી રહી હતી. આ દરમિયાન મહેસાણા પરોલ સ્કવોડના પો.કો. સંજયભાઇને આ બંને આરોપી શુક્રવારે બપોરે આંબાઘાંટા સ્ટેન્ડ ઉપર ઉભા હોવાની બાતમી મળતાં મહેસાણા એલસીબી પીએસઆઇ એ.એમ. વાળાના માર્ગદર્શન તળે પોલીસે બંનેની અટકાયત કરી સતલાસણા પોલીસને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...