જૂથ અથડામણ:ખેરાલુના બહેલીમવાસમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારામાં ત્રણને ઇજાઓ

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેરાલુના બહેલીમવાસનું નાકું જ્યાં સામસામો પથ્થામારો થયો હતો. - Divya Bhaskar
ખેરાલુના બહેલીમવાસનું નાકું જ્યાં સામસામો પથ્થામારો થયો હતો.
  • પોલીસે 6 શખ્સોની અટકાયત કરીને સ્થિતિ નિયંત્રણમાં લીધી
  • જૂની​​​​​​​ અદાવતમાં બહેલીમ પરિવારો ઝઘડ્યા, વિસ્તારમાં પોલીસ ખડકાઇ

ખેરાલુના હાટડીયા વિસ્તારમાં આવેલા બહેલીમ વાસમાં બુધવારે બે પરિવારો બાખડી પડતાં સામસામે પથ્થરમારો થયો હતો. જેમાં ત્રણેક જણાંને ઇજા થઇ હતી. પોલીસે બંને જૂથના 6 શખ્સોની અટકાયત કરી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.ખેરાલુના હાટડીયા વિસ્તારના બહેલીમ વાસમાં રહેતા એક બહેલીમ પરિવારને મહોલ્લાની સામે મસ્જિદ પાસે રહેતા અન્ય બહેલીમ પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી મનમોટાવ ચાલતો હોઇ બુધવારે સાંજે બંને પરિવારના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં સામસામો પથ્થરમારો કરતાં ત્રણેક લોકોને ઇજા થઇ હતી.

જોકે, ઘટનાની જાણ થતાં પીઆઇ એ.ટી. પટેલની સુચનાથી પીએસઆઇ જીતુભાઇ રબારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં મોકલી આપ્યા બાદ ટોળાં વિખેરી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. બંને જૂથના 3-3 મળી ૬ શખ્સોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી ખેરાલુ પોલીસ મથકે આવતાં એસપીની રૂબરૂ ઇજાગ્રસ્તોનું નિવેદન મેળવી પોલીસે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ નોંધાઇ ન હોઇ નામનો ઉલ્લેખ કરેલ નથી.

અન્ય સમાચારો પણ છે...