આપઘાત:યુવતીએ ગામના જ યુવક સાથેના આડા સબંધોમાં આત્મહત્યા કરી

ખેરાલુ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુ તાલુકાના ચિત્રોડીપુરા-કુડામાં રહેતી
  • યુવતીના​​​​​​​ લગ્ન સિદ્ધપુરના મેથાણમાં થયા હતા

ખેરાલુ તાલુકાના ચિત્રોડીપુરા- કુડામાં રહેતી એક યુવતીએ આડા સંબંધો ઉજાગર થવાથી લાગી આવતાં સાડી વડે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતાં પોલીસે લાશનું પીએમ કરાવી આત્યહત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે. આ અંગે પૂછતાં પોલીસે જણાવ્યું હતું કે ખેરાલુ તાલુકાના ચિત્રોડીપુરા- કુડાની મૃતક યુવતીના લગ્ન આજથી દોઢેક વર્ષ અગાઉ સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામે કરાયા હતા.

જોકે યુવતીને ગામના એક યુવક સાથે આડા સબંધો હોવાથી સાસરે જવાને બદલે ચિત્રોડીપુરા પિયરમાં જ રહેતી હતી. જ્યારે દિકરીના આડા સંબધોની માતા-પિતાને જાણ થતાં તેમણે ઠપકો આપ્યો હતો. દરમિયાન આ બાબતે લાગી આવતાં યુવતીએ સોમવારની સવારે ઘરમાં આવેલ પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતાં પોલીસે મૃતક યુવતીના પિતાનું નિવેદન લઇ આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...