ગધેડાંનો આતંક:ખેરાલુમાં હડકાયાં ગધેડાએ 5 જણાંને બચકાં ભર્યા, એક મહિલાને વધુ સારવાર અર્થે વડનગર રિફર કરાઇ

ખેરાલુ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરાલુમાં સાંજે ગધેડું હડકાયું થતાં પિતા-પુત્રની સાથે બે મહિલાઓ અને એક બાઇક ચાલકને બચકાં ભરતાં પગે ફેક્ચર થવાથી મહિલાને સારવાર અર્થે સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં એક મહિલાને વધુ સારવાર અર્થે વડનગર રિફર કરાઇ છે.

ખેરાલુ ખોખરવાડા વિસ્તારમાં રહેતા ઓડ વાસમાં ગધેડાને હડકવા ઉપડતાં નજીકમાં આવેલા દેવીપૂજક વાસમાં રહેતા કિશનભાઇ કાનજીભાઇ (45) ને ખભા ઉપર બચકું ભર્યું હતું. તેમનો પુત્ર પંકજભાઇ કિશનભાઇ (8) પિતાને બચાવવા વચ્ચે આવતાં તેને બરડામાં બચકું ભર્યું હતું. મહોલ્લાવાસીઓએ ભગાડતાં ગધેડું ખરીદ વેચાણ સંઘ નજીક મહોલ્લામાં રહેતા જશીબેન મહેશભાઇ મકવાણા (55 )ને પગના ભાગે બચકું ભર્યુ હતું.

લોકોએ અહીંથી ભગાડતાં ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા આશાવર્કર ચંચળબેન મનુભાઇ શ્રીમાળી (56)ને ગધેડાએ બચકું ભરતાં તેમને પગે ફેક્ચર થતાં વધુ સારવાર અર્થે વડનગર રિફર કરાયા હતા. જ્યારે ખારીકૂવી ડોકટર હાઉસ નજીકથી પસાર થઇ રહેલા બાઇક ચાલક ઇબ્રાહીમભાઇ ગફારભાઇ નાગોરી (38)ને ગધેડાએ પગના ભાગે બચકું ભરતાં તેમની સાથે 4 ઇજાગ્રસ્તોને ખેરાલુ સિવિલમાં સારવાર આપી રજા અપાઇ હતી.બીજી તરફ શહેરમાં પાંચ જણાંને બચકાં ભરી નદી તરફ ભાગેલા ગધેડાને પકડવાઓડભાઇઓએ પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ મોડી સાંજ સુધી ગધેડું નહીં પકડાતાં નગરજનોમાં ભયનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...