બીનહરીફ ચૂંટાયા:ખેરાલુ બાર એસોસીએશનના પ્રમુખ પદે પંકજ બારોટ ચૂંટાયા

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર એસો.ની ચૂંટણીમાં પાંચ વકીલે ઉમેદવારી નોંધાવી હતી

ખેરાલુ બાર એસોસિએશનની ચૂંટણીમાં પંકજ બી. બારોટ, અરવિંદભાઇ એમ. ચૌહાણ, મિહરીભાઇ ડી. બારોટ, કૌશિકભાઇ બી. શુકલ અને પંકજભાઇ જે. બ્રહ્મભટ્ટ મળી પાંચ વકીલોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી પંકજભાઇ જે. બ્રહ્મભટ્ટ અને મિહરભાઇ બારોટે પંકજ બી. બારોટના સમર્થનમાં ઉમેદવારી પત્ર પરત ખેંચતાં પ્રમુખ પદ માટે ચૂંટણી કમીશ્નર નિમાયેલા એડવોકેટ એ.વી. મોમીનની રાહબરી તળે મતદાન યોજાતાં કુલ 80 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.

જેમાં પંકજ બી. બારોટ વીજયી થયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે મનુભાઇ એમ. ઓઝા, મંત્રી તરીકે વી.જી. ઠાકોર, સહમંત્રી તરીકે મીનાબેન ખાંટ અને કન્વીનર તરીકે યાસીનભાઇ કુરેશીને બીનહરીફ ચૂંટાયા હતા.

અન્ય સમાચારો પણ છે...