ચકાસણી:ખેરાલુ મામલતદાર કચેરીમાં પ્રવેશ માટે હવે રસીનું કાર્ડ બતાવવું પડશે

ખેરાલુ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિક્યુરિટી ગાર્ડ દ્વારા કાર્ડની ચકાસણી કરાય છે

કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી હોઇ સરકારી કચેરીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા ખેરાલુ મામલતદાર કચેરીમાં રસી ના લીધી હોય તેવા લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લદાયો છે.સરકારી કચેરીઓમાં પ્રવેશ કરનાર પ્રત્યેક મુલાકાતીઓ અને અરજદારોએ રસીના બંને ડોઝ લીધા હોય તો જ કચેરીમાં પ્રવેશ આપવા તાજેતરમાં ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જારી કરતાં ખેરાલુ તાલુકા સેવા સદનમાં કડક અમલ શરૂ કરાયો છે.

સેવાસદનના મુખ્ય દરવાજે નોટ ચોંટાડી કચેરીની મુલાકાતે આવતાં તમામ લોકોએ રસી લીધી છે કે કેમ તેની ચકાસણી શરૂ કરી છે અને જો રસી ના લીધી હોય તો મુલાકાતીઓને કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આજે મુલાકાત લીધી તો સિક્યુરિટી ગાર્ડ મુલાકાતીઓના રસી લીધાના કાર્ડની ચકાસણી કરતાં નજરે ચડ્યા હતા. બીજીતરફ, તાલુકા સેવાસદન સિવાયની નગરપાલિકા, તાલુકા પંચાયત, જાહેર બેંકો, પોલીસ મથક વગેરે તમામ કચેરીઓમાં આવો કોઇ અમલ જોવા મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...