અકસ્માત:લુણવા નજીક વાહનની ટક્કરે મંડાલીના બાઈક ચાલકનું મોત

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કહોડાથી ઘરે પરત ફરતાં રાત્રે અકસ્માત નડ્યો

ખેરાલુ તાલુકાના લુણવા નજીક વાહનની ટક્કર વાગતાં મંડાલી ના બાઈક સવારનું મોત નીપજ્યું હતું.ખેરાલુ તાલુકાના મંડાલીમાં રહેતા અને સસ્તા અનાજની મંડળી ચલાવતા 52 વર્ષીય હર્ષદભાઇ અમથાભાઇ પરમાર શુક્રવારે રાત્રે બાઇક (જીજે 2 ડીએફ 4208) પર કહોડાથી મંડાલી ઘરે પરત આવી રહ્યા હતા.

ત્યારે લુણવા પાટિયા પાસે કોઇ વાહન ચાલકે પાછળથી ટક્કર મારતાં બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું. જ્યાં હર્ષદભાઇ ડિવાઈડર ઓળંગીને માર્ગની બીજી બાજુએ ફેંકાઇ જતાં સારવાર અર્થે ખેરાલુ સિવિલમાં લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...