રાવ:ખેરાલુનું ગઠામણ જળસંચયની યોજનાથી વંચિત રહી ગયાની રાવ

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત છતાં ગામનું તળાવ કે ચેકડેમ ભરાતા નથી

વારંવાર રજૂઆત કરવા છતાં ખેરાલુના ગઠામણ ગામને જળસંચયની યોજનાનો કોઇ જ લાભ નહીં મળતાં ગ્રામજનોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે. ગઠામણને ધરોઇ કે નર્મદા કે અન્ય કોઇ યોજનાનો લાભ નહીં મળતો હોવાથી થોડાક વર્ષ અગાઉ ગઠામણની સીમમાં તળાવ ખોદવામાં આવ્યું હતું. પરંતુ તળાવ ખોદાયું ત્યારે એક વાર પાણી નંખાયા પછી આજ દિન સુધી તળાવ ભરવામાં નથીઆવ્યું. ટ્યુબવેલના આધારે ખેતી અને પશુપાલન કરી રહ્યાં છે.

ત્યારે સિંચાઇના પાણીની તંગી સર્જાતાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત મારફતે વર્ષ 2015 માં સિંચાઇ વિભાગને કરેલી લેખિત રજૂઆત પુનઃ દોહરાવી છે. ગઠામણમાં રહેતા ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ પથુભાઇ ચૌધરીએ જણાવ્યું કે વારંવાર રજૂઆત છતાં ગામમાં જળસંચયની યોજના અંતર્ગત તળાવ અને ચેકડેમ ભરાતા નથી.

ગામના સર્વે નંબર 255 માં ખોદાયેલ તળાવ સુધી ધરોઇ-મોટેરાની નર્મદાની પાઇપ લાઇનમાંથી જોડાણ આપી પાઇપ નાંખવામાં આવી છે. જો સરકાર આ પાઇપ લાઇનમાં એક ટી જોઇન્ટ કરી નજીકમાંથી પસાર થતી ખારી નદી પરબંધાયેલા ચેકડેમ અને તળાવ ભરવાની યોજના બનાવે તો ગઠામણને જળસંચયની યોજનાનો લાભ મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...