દુષ્કર્મ:જૂના દેલવાડામાં રિસામણે બેઠેલી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

ખેરાલુ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામની મહિલાએ તેના ભાઈ સાથે પુન:લગ્નની વાત કરી અપહરણ કરાવ્યું
  • ​​​​​​​ખેરાલુ પોલીસ મથકમાં મહિલા સહિત 4 શખ્સો સામે ગુનો

ખેરાલુ તાલુકાના જૂના દેલવાડામાં રિસામણે રહેલી 22 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હોવાની 6 જણા વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકમાં નોંધાઇ છે.ખેરાલુ તાલુકાના જુના દેલવાડાની યુવતીનાં લગ્ન સુરેન્દ્રનગરના અલીભાઇ સીંધી સાથે થયાં હતાં. બંને વચ્ચે વારંવાર ઝઘડા થતાં પતિએ આ યુવતીને અઢી વર્ષ પહેલાં બે બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકતાં તે તેના ભાઇના ઘરે રહેતી હતી.

ગામના સીંધી હનીફભાઇ ઇબ્રાહીમભાઇની પત્ની કેશરબાનુએ યુવતીને ધંધૂકા તાલુકાના અડવાટમાં રહેતા તેના ભાઇ ડફેર હયાત ઉંમરભાઇ સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપતાં યુવતીએ તેના તલાક થયા બાદ બીજા લગ્ન કરવાનું કહ્યું હતું.

દરમિયાન ગત 4 ડિસેમ્બરે યુવતીનું તેના બે બાળકો સાથે ઇકો લઇને આવેલા ડફેર હયાત ઉંમરભાઇ, ડફેર ઉંમર ગુલાબભાઇ, ડફેર અલાઉદ્દીન ઉંમરભાઇ અને વિરમગામના વાસવા ગામના ડફેર રહેમાન ડોસુભાઇ વગેરેએ બળજબરી ઇકોમાં બેસાડી ભગાડી ગયા હતા અને જુદી જુદી જગ્યાએ ગોંધી રાખી હયાત ડફેરે તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આખરે કોઇપણ પ્રકારે આરોપીઓની ચુંગાલમાંથી ભાગીને જુના દેલવાડા પરત ફરેલી યુવતીએ ખેરાલુ પોલીસ મથકમાં 4 જણાં વિરુદ્ધ અપહરણ સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...