ખેડૂતોના ધરણાં:ખેરાલુમાં ખેડૂતોએ જાહેરમાં સૂત્રોચ્ચાર કરીને ચક્કાજામ કરતાં પોલીસે અટકાયત કરી લીધી

ખેરાલુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં ચાલી રહેલા ખેડૂતોના ધરણાંને સમર્થન આપતાં પોલીસે અટકાવ્યા
  • અંબાજી જતાં​​​​​​​ પદયાત્રીઓને અવરોધ થતાં કાર્યવાહી, મોડેથી છોડી મૂકાયા

ખેરાલુમાં સોમવારે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ સહિત ખેડૂતોએ ગાંધીનગરમાં ચાલી રહેલા ખેડૂતોના ધરણાંના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સંઘના અધ્યક્ષ સહિત 7 ખેડૂતોની અટકાયત કરી હતી.

ખેરાલુની વૃંદાવન ચોકડી નજીક એક હોટલ આગળ એકઠા થયેલા ખેડુતો પૈકી ભારતીય કિશાન સંઘના તાલુકા અધ્યક્ષ કિર્તીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે કૃષિ વીજ જોડાણમાં સરકારની દોગલી નિતી સામે મીટર પ્રથા બંધ કરવા ઉપરાંત ટ્રેક્ટરની ખરીદી માટે અપાતી સબસીડીમાં ખેડૂતને સીધું વળતર આપવું તેમજ ટેકાના ભાવે ખરીદી સહિતના કેટલાંક મુદ્દાઓ સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે છેલ્લા કેટલાંક સમયથી ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

પરંતુ સરકારના પેટનું પાણી પણ નહીં હલતાં હવે તાલુકા કક્ષાએ કાર્યક્રમો આપવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે આજે ખેરાલુમાં ચક્કાજામ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ અંગે સ્થાનિક પીઆઇ એ.ટી. પટેલે જણાવ્યું હતું કે હાલમાં ખેરાલુમાંથી મોટી સંખ્‍યામાં પદયાત્રીઓ પસાર થઇ રહ્યાં છે અને ચક્કાજામ થાય તો ટ્રાફિક અવરોધાવાથી પદયાત્રીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે તેમ હોવાથી ખેડૂતોને આંદોલન કરતા અટકાવી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને મોડેથી તમામને છોડી મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...