વડનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકાના 42 ગામોમાં વસતા રાજપુત સમાજનું રવિવારે ખેરાલુની પ્રજાપતિ વાડીમાં સંમેલન યોજાયું હતું. જેમાં સૌપ્રથમ ક્ષત્રિયો માટે ખાસ રચના કરાયેલી પ્રાર્થનાનું સમુહગાન કરાયું હતું. આ પ્રસંગે તા.પં. સદસ્ય રણજીતસિંહ રાજપુતે જણાવ્યું કે, કોરોનાની મહામારીના કારણે લાંબા સમયથી રાજપુત સમાજ એકમંચ પર આવી શક્યો નહોંતો.
જેથી ખાસ સંમેલન યોજી સમાજને એકમંચ પર લાવવાનો પ્રયાસ કરાયો છે. જેમાં સામાજિક એકતા અને કુરિવાજોને તિલાંજલી આપતાં કેટલાક નિર્ણયો કરાયા છે. સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપવાની સાથે પ્રત્યેક રાજપુત યુવાન ઉચ્ચ શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે ભાવિ યોજના ઘડવા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.