બંધારણના ઘડવૈયાનો 131મો જન્મદિન:ખેરાલુમાં ડો. બાબા સાહેબ આંબેડકર જ્યંતિની વિશાળ શોભાયાત્રા નિકળી

ખેરાલુંએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરાલુના હાટડીયા વિસ્તારથી બાબા સાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. હજારોની સંખ્યામાં યાત્રામાં જોડાયેલા નગરના બંધુઓએ જયભીમના નારા લગાવી જાહેર માર્ગો પર સ્વાગત કરી રહેલાનગરજનોનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે આર.એસ.એસ. દ્વારા અંબાજી મંદિર આગળ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. શહેર ભાજપ દ્વારા ખારીકૂવી ચોક ખાતે પુષ્પ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠંડા પાણીની વ્યવસ્થા કરાઇ હતી.

ભાજપ પ્રમુખ વી.ડી. દેસાઇ, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઇ, પાલિકા પ્રમુખ હેંમતભાઇ શુકલ અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુસ્લિમ સમુદાયના જહાંગીરભાઇ સિન્ધી સહિત અગ્રણીઓ દ્વારા બાબા સાહેબની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવતાં નગરમાં કોમી એકતાનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...