ગઢવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા છ માસથી રીંછ લોકોના ઘરમાં ઘૂસી જવાની અને કેબીનો ઉંધા પાડી ખાદ્ય સામગ્રીનું નુકસાન કરતું હોવાની બૂમો મચતાં બુધવારે જિલ્લા વન અધિકારી યોગેશ દેસાઇ સ્ટાફ સાથે સુદાસણા દોડી આવ્યા હતા અને રીંછ વિશે લોકોને સમજ આપવાનો પ્રયાસ કરતાં ગ્રામજનોએ અનેક ફરિયાદો રજૂ કરી હતી.
ગઢવાડાથી ઓળખાતા સતલાસણાના ભાટવાસ, હિંમતપુરા, સુદાસણા જેવા અનેક ગામોમાં છેલ્લા છ માસથી એક રીંછનો આતંક છવાયો હોવાથી ડી.એફ.ઓ. યોગેશ દેસાઇ સ્ટાફ સાથે બુધવારે સુદાસણા દોડી આવ્યા હતા. સુદાસણા હાઇસ્કૂલમાં સભા યોજી ડીએફઓએ ગ્રામજનોને રીંછ એક શાકાહારી અને સંરક્ષિત પશુ હોવાથી તેનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે તેમ કહેતાં ગ્રામજનોએ ફરિયાદોની ઝડી વરસાવી હતી.
ગ્રામજનોનું કહેવું હતું કે સંરક્ષિત જંગલમાં રીંછને જોઇએ તેવો આહાર અને પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી રીંછ માનવ વસતીમાં આવી રહ્યા છે. જેના કારણે લોકો ખેતરમાં કામ પણ કરી શકતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.