આવેદન:પંચાયતી ચૂંટણીઓમાં ઓબીસીને 27 % બેઠકો ફાળવવા માંગ કરાઇ

ખેરાલુ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીએ આવેદનપત્ર આપ્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત રખાયેલી 10 ટકા ઓબીસી બેઠકો રદ કરી દેવાઇ હોવાથી મંગળવારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ દેસાઇએ ઓબીસીને 27 ટકા બેઠકો ફાળવવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. ખેરાલુ તાલુકા સેવાસદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશભાઇ દેસાઇએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્ય સરકારે ઓબીસીની બેઠકોમાં વધારો કરવાને ઓબીસીની 10 ટકા બેઠકો રદ કરી દીધી છે.

રાજ્યમાં ઓબીસીની વસતી 52 ટકા જેટલી હોવાથી તેમાં બેઠકોમાં વધારો થવો જોઇતો હતો. પરંતુ રાજ્ય સરકારે ઓબીસીનો અધિકાર છીનવી લીધો છે. તેમણે સરકારના આ નિર્ણયને મશ્કરી સમાન ગણાવી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા બેઠકો અનામત રાખવા અને જ્યાં સુધી જાતિ આધારિત વસતી ગણતરી પૂરી ના થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ રાખવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...