સારવાર દરમિયાન મોત:ખેરાલુમાંથી બિમાર હાલતમાં મળેલા મલારપુરાના ખેડૂતનું મોત

ખેરાલુ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંગળવારે કોઈનો ફોન આવતાં મળીને આવું કહી નીકળ્યા હતા

ખેરાલુ તાલુકાના મલારપુરામાં રહેતા એક યુવાન ખેડૂત મંગળવારે ઘરેથી સવારે નીકળ્યા બાદ ગુમ થઇ જતાં પુત્રએ તેઓ ગુમ થયાનો પોલીસ રિપોર્ટ નોંધાવ્યો હતો. અને મોડી સાંજે ખેરાલુની સીમમાંથી અર્ધ બેહોશ હાલતમાં મળી આવતાં અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે મૃતકના પુત્રએ આપેલ નિવેદન મુજબ એ.ડી. નોંધી 3 અંતિમ કોલર્સની કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં અપમૃત્યુ પામેલા મલારપુરાના યુવાન ખેડૂત બાબુભાઇ પ્રહલાદભાઇ ચૌધરી ખૂબ મહેનતુ પશુ પાલકની સાથે ઉત્તમ ખેડૂત હતા. ગત મંગળવારે સવારે ઘરેથી તેઓ પુત્ર સંદિપને એવું કહીને નીકળ્યા હતા કે હું ખેરાલુમાં જ્યંતીભાઇ ઉર્ફે બકાભાઇ ધીરાભાઇ દેસાઇનો ફોન આવ્યો છે તો મળીને આવી છું. ત્યાર બાદ 3 વાગે પુત્ર સંદિપ ચૌધરી ઉપર જ્યંતીભાઇ દેસાઇનો ફોન આવેલો અને કહેલ કે તારા પિતા ક્યાં છે ફોન નથી ઉપાડતા, મારે 10થી 12 લાખ લેવાના છે.

હું સાંજે આવું છું જમીન લખાવી લઇશ તેવી ધમકી આપતાં સંદિપ ટેન્શનમાં આવી ગયો હતો. તેણે સતત ફોન કર્યો, પરંતુ પિતાએ ફોન નહીં ઉપાડતાં અંતે ખેરાલુ પોલીસ મથકે પિતા ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ગુમ થયેલ ખેડુતનું લોકેશન મંદ્રોપુર તરફનું બતાવતાં ત્યાં તપાસ કરી પરંતુ કોઇ પત્તો લાગ્યો નહોંતો. પરંતુ મોડી સાંજે ખેડૂતે ફોન ઉપાડી પુત્ર સમક્ષ ભારે અવાજે વૃંદાવન મહાદેવ તેવું કહેતાં સંદિપે અર્ધબેહોશ હાલતમાં અર્થે ખેરાલુની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં લાંબો સમય બેહોશ રહ્યા બાદ સારવાર દરમિયાન મરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...