આ ખોટું છે:PM અને CMની વાત તો માનો, ખેરાલુ ભાજપના નેતાઓએ મંદ્રોપુરમાં ભીડ ભેગી કરી કોરોના ગાઈડલાઈનના ધજિયા ઉડાડ્યા

ખેરાલુ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજારોની જન મેદની એકઠી થતાં ટૂર્નામેન્ટના ચાર આયોજકોની અટકાયત બાદ જામીન પર છુટકારો

કોરોનાના કેસ વધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોકોને સાવચેત રહેવા સાથે ભાજપના નેતાઓેને જાહેર કાર્યક્રમ ન કરી ભીડ એકઠી ન કરવા ટકોર કરી છે. જો કે દિન પ્રતિદીન કોરોના અને એમિક્રોનના કેસ વધવા છતાં ભાજપના નેતાઓે કોરોના ગાઈડ લાઈનનું સતત ઉલ્લંઘન કરતા જોવા મળે છે.

ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામે ઠાકોર સેનાની ગ્રામ સમિતી દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર હાજર રહ્યા હતા. જ્યાં ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોરને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં લોકોની ભીડ જામી હતી. તો સ્ટેજ પ્રોગ્રામમાં પણ ભીડ થતાં સોશિયલ મિડીયામાં વીડિયો વાયરલ થયો હતો.

હરકતમાં આવેલી ખેરાલુ પોલીસ વર્તમાન સ્થિતીને ધ્યાને લઈ ટૂર્મામેન્ટનું આયોજન કરનારા મંદ્રોપુર ગામના ઠાકોર ભગવાનજી પ્રહલાદજી, ઠાકોર જીતુજી પ્રહલાદજી, ઠાકોર અરવિંદજી પ્રહલાદજી અને ઠાકોર સુરેશજી લક્ષ્‍મણજી વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો પોલીસ અટકાયત કર્યા બાદ જામીન પર મુક્ત કર્યા હતા. જ્યારે ઘટનાને લઇને પોલીસે ક્રિકેટ ટૂર્નામેન્ટ પર બ્રેક લાગી હતી.

પ્રભારી જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમને વખોડી કાઢ્યો
પ્રદેશ ભાજપ પ્રમુખે મોટા કાર્યક્રમો નહી કરવા સંગઠનના નેતાઓને સૂચના આપી હોવાનું સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ મહેસાણામાં જણાવ્યુ હતુ. પાર્ટી અને સરકાર લેવલે કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય તેની ચિંતા કરાઈ રહી હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ ઉપરાંત સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના નેતાઓને એસઓપીનું પાલન કરવા વારંવાર સૂચના અપાઈ હોવાનું એન પૂછેલા એક પ્રશ્નમાં જણાવ્યુ કે, મંદ્રોપુરમા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપીને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય અજમલજી ઠાકોરે કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...