મુસાફરોમાં આનંદ:ખેરાલુથી કચ્છના યાત્રાધામ માતાના મઢ માટે નવી એસટી બસ શરૂ કરાઇ

ખેરાલુ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુ તેમજ આસપાસમાં રહેતા કચ્છી પટેલોને ઉપયોગી નીવડશે

ખેરાલુ એસટી ડેપો દ્વારા શનિવારે ખેરાલુથી કચ્છ સ્થિત યાત્રાધામ માતાના મઢની નવી બસ શરૂ કરાતાં મુસાફરોમાં આનંદ છવાયો છે.

ખેરાલુ અને આસપાસના તાલુકાઓમાં કચ્છી પટેલો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોઇ ખેરાલુથી કચ્છના માતાના મઢ સુધી બસ શરૂ કરવા માંગ ઉઠી હતી. જેને પગલે ડિવિઝન કક્ષાએથી મંજૂરી મળતાં શનિવારે ખેરાલુ ડેપો ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે શ્રીફળ વધેરી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કચ્છી પટેલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ડેપો મેનેજર કે.પી. ચૌહાણે જણાવ્યું કે, હાલ પ્રાયોગિક ધોરણે ખેરાલુથી બસ ઉપડવાનો સમય સવારે 7.30 અને માતાના મઢથી ખેરાલુ પરત આવવાનો સમય સાંજે 6.00 વાગ્યાનો રખાયો છે. આ બસ ખેરાલુથી વાયા સુંઢિયા, ઉપેરા, ઊંઝા, પાટણ અને રાધનપુર થઇ માતાના મઢમાં પહોંચશે. ઉલ્લેખનિય છે કે, પ્રથમ દિવસે જ સિદ્ધપુર ડેપોએ આ બસના સમય સામે વાંધો રજૂ કર્યો હતો.

સિદ્ધપુર ડેપોનું કહેવું છે કે, અહીંથી પણ માતાના મઢ માટે બસ ચાલુ છે અને હવે ખેરાલુની બસ એ જ સમયે ચાલુ કરાતાં બંને ડેપોને આવકમાં નુકસાન થઇ શકે છે. જોકે, ખેરાલુ ડેપો મેનેજરનું કહેવું છે કે, હજુ વધુ અભ્યાસ કરાશે અને બસના સમયમાં જરૂર મુજબ ફેરફાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...