તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ખેરાલુના રામપુરા ગામની સીમના ખેતરમાં આગ લાગતાં દોઢ વિઘામાં ઉભો ઘઉંનો પાક સળગી ઉઠ્યો

મહેસાણા2 મહિનો પહેલા
 • આ આગમાં ખેડૂતને 25 હજારથી વધુનું નુકશાન થયાનો અંદાજ
 • બનાવની જાણ થતાં તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું

મહેસાણાના ખેરાલુમાં બપોરના સમયે ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ખેતરમાં ઘઉંનો ઉભો પાક આગની લપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયો હતો

મહેસાણા જિલ્લાના ખેરાલુના રામપુરા ગામની સીમમાં કે.એન. રાવલ નામના ખેડૂતના ખેતરમાં આગ લાગતાં દોઢ વીઘામાં ઉભેલો ઘઉનો ઉભો પાક બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાંની સાથે જે ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તેમજ ઘટનાની જાણ તંત્રને કરતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. જેમાં સ્થાનિક TDOએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ખેતરના માલિકનું કહેવું છે કે, ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં સ્પાર્ક થતા તણખા નીચે પડતાં આગ લાગી છે. તેમજ ખેડૂતના મતે રૂપિયા 25 હજારથી વધુનું નુકશાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો