કાર્યવાહી:નાનીવાડા સીમમાં પોલીસ દ્વારા 9.22 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

ખેરાલુ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 પોલીસ મથકોમાં બે વર્ષમાં પ્રોહી.ના 31 કેસ નોંધાયા હતા
  • દારૂ અને બિયરની 4038 બોટલો જપ્ત કરી હતી

ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામની સીમમાં પોલીસે આજે બુધવારે રૂ. 9.22 લાખના વિદેશી દારૂ અને બિયરની 4038 બોટલો ઉપર બુલડોઝર ફેરવી જથ્થાનો નાશ કર્યો હતો. આ તમામ જથ્થો ખેરાલુ, સતલાસણા અને વડનગર પોલીસ મથકોમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલ પ્રોહીબિશનના ૩૧ ગુનામાં જપ્ત કરવામાં આવ્યો હતો.

વિસનગર ડિવાયએસપી, પ્રાંતઅધિકારી, મામલતદાર, નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં આજે બુધવારે સવારે ખેરાલુ, સતલાસણા તેમજ વડનગર પોલીસ મથકમાં રાખવામાં આવેલ વિદેશી દારૂ અને બિયરની કુલ 4038 બોટલોનો જથ્થો ત્રણેય પોલીસ મથકના પીઆઇ સહિતની દેખરેખ હેઠળ ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામની સીમમાં લાવવામાં આવ્યો હતો.

જ્યાં વડનગર પોલીસ મથકના પ્રોહી.ના 5 ગુનામાં જપ્ત કરેલ રૂ. 1,57,338ની દારૂ અને બિયરની પ૩પ બોટલો તેમજ સતલાસણા પોલીસ મથકના પ્રોહી.ના 15 ગુનામાં જપ્ત કરેલ રૂ. 327983 ની દારૂ અને બિયરની 1754 બોટલો અને ખેરાલુ પોલીસ મથકના પ્રોહી.ના 11 ગુનામાં જપ્ત કરેલ રૂ. 436785ની દારૂ અને બિયરની 1849 બોટલોનો જથ્થો અલગ અલગ વર્ગીકૃત કરી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...