ખેરાલુ તાલુકાના પાલડી પાટિયા પાસે બાઇક સ્લીપ ખાતાં નાની હિરવાણીના બે યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નાની હિરવાણીના ઠાકોર કિરણજી હમીરજીના ભાઇએ બે દિવસ અગાઉ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોઇ તેની અંતિમક્રિયા પતાવી મંગળવારે સવારે બાઇક (જીજે 02 સીએચ 9194) ઉપર કુટુંબી ઠાકોર શૈલેશજી અમરાજી સાથે સિદ્ધપુર જવા નીકળ્યો હતો.
બંને સિદ્ધપુર રોડ પર પાલડી પાટિયા પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે વળાંકમાં અચાનક બાઇક સ્લીપ ખાતાં માર્ગની બાજુમાં લગાવેલી સેફ્ટી રેલિંગ સાથે ટકરાતાં બંને ઉછળીને 8 ફૂટ દૂર ફેંકાઇ ગયા હતા. બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ખેરાલુ સિવિલમાં લવાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.