અકસ્માત:કડી નંદાસણ નજીક વાહનની ટક્કરે જંગલી બિલાડીનું મોત

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડી પશુ સારવાર કેન્દ્રમાં પી.એમ કરાવી થોળ તળાવમાં અગ્નિસંસ્કાર

કડી નંદાસણ ટોલનાકાથી માથાસુર ગામ તરફ જવાના માર્ગે અજાણ્યા વાહનની ટક્કરે જંગલી બિલાડીનું મોત થયું હતું. કડી વાઈલ્ડ લાઈફ રેન્જના કર્મચારીઓએ કડી પશુ સારવાર કેન્દ્રમાં પી.એમ કરાવી થોળ તળાવ ખાતે અગ્નિસંસ્કાર કર્યા હતા.

સોમવારે નંદાસણ ટોલનાકાથી 300 મીટર દૂર માથાસુર તરફ જવાના માર્ગે જંગલી બિલાડી મૃત હાલતમાં પડેલી હતી. સ્થાનિએ કડી વાઈલ્ડ લાઈફ રેન્જની કચેરીએ જાણ કરતાં કડીમાં ફરજ બજાવતા કર્મીઓ લીલાભાઈ દેસાઈ તથા સુરેશ પંડ્યા તાત્કાલિક નંદાસણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર રોડ પર લોહીના ડાઘ હતા અને રોડની બાજુમાં મૃત હાલતમાં જંગલી બિલાડી મળી હતી. જેને લઈ બન્ને કર્મીઓ કડી પશુ સારવાર કેન્દ્રમાં પીએમ કરાવવા માટે લઈ આવ્યા હતા. પરંતુ 12કલાકે પશુ સારવાર કેન્દ્ર બંધ હોઈ બે કલાક સુધી જંગલી બિલાડીના મૃત દેહને લઈ રઝળપાટ કર્યા બાદ અઢી કલાકે તેનું હાજર તબીબે પીએમ કર્યુ હતું. ત્યારબાદ થોળ તળાવ ખાતે જંગલી બિલાડીના મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...