કડીમાં CMની ઓચિંતી મુલાકાત:ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે અચાનક મુલાકાત લેવા CM કેમ પહોંચ્યા?, કાર્યાલય ખાતે ચા ની ચૂસકી મારી રાજકિય ચર્ચાઓ કરી

કડી10 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને અલગ અલગ પક્ષો દ્વારા પોતાના મતવિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દાવામાં આવ્યો છે. ત્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં બેઠકો કરીને ડોર ટુ ડોર પ્રચાર કડી શહેરના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રવિવારે રાત્રે અચાનક જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કડી ખાતે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક જ કડી ખાતે આવી પહોંચતા કાર્યકર્તાઓમાં જોશ જોવા મળ્યો હતો.

કડી રોડ ઉપર આવેલ કમળ સર્કલ ખાતે ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું થોડાક દિવસો અગાઉ પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં રવિવારે રાત્રે ગાંધીનગરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કડી મધ્ય કાર્યાલયની મુલાકાતે આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉંમટી પડ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી કડી ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા કાર્યકર્તાઓ જોડે હળવાશથી મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી પણ મારી હતી.

મુખ્યમંત્રી કડી ખાતે આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉંમટી પડ્યા હતા અને જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા. મુખ્યમંત્રી કડી ખાતે આવી પહોંચતા વિવિધ કાર્યકર્તાઓની કાર્યાલયમાં મુલાકાત લીધી હતી. તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ, કડી ભાજપના ઉમેદવાર કરસન સોલંકી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલ કડી, પાલિકા પ્રમુખ ભરત પટેલ, નાગરિક બેંકના ચેરમેન પિયુષ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર,ભાજપ શહેર પ્રમુખ જશુ પટેલ, તેમજ યુવા મોરચા, મહિલા મોરચાના તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...