કડીના સૂરજ ગામે ઠપકો આપવા જતા હુમલો:મારી ભત્રીજી સાથે કેમ મજાક મસ્તી કરે છે, જેવું કહેતા જ કાકા ઉપર યુવક તલવાર લઈ તુટી પડ્યો

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના સુરજ ગામનો યુવક અમરસિંહ ઠાકોરની ભત્રીજી સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. જેનો ઠપકો આપવા માટે યુવતીના કાકા ગામમાં યુવકના ઘરે ગયા હતા. જ્યાં યુવકે તલવાર વડે હુમલો કરી દેતા કાકાને ઈજાઓ પહોંચી હતી. જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવક સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના સુરજ ગામે રહેતા અમરસિંહ ઠાકોર કે પોતે પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેમની ભત્રીજી સાથે તેમના ગામનો દિનેશજી ઠાકોર મજાક મસ્તી કરી રહ્યો છે તેવી માહિતી તેમને મળી હતી. જ્યાં તેઓ દિનેશજીના ઘરે જઈને તેમને ઠપકો આપવા માટે ગયા હતા. કહ્યું હતું કે, મારી ભત્રીજી સાથે કેમ મસ્તી કરતો હતો. જ્યાં દિનેશજી ઠાકોર ઉશ્કેરાઈ જઈને યુવક સાથે જપાજપી કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા.

જ્યાં દિનેશ ઘરમાં પડેલી તલવાર વડે અમરસિંહ ઠાકોર ઉપર હુમલો કર્યો હતો. તેઓને પગે તેમજ હાથે ઇજાઓ પહોંચી હતી. આજુબાજુના લોકો ભેગા થઈ જતા ઝઘડાને શાંત પાડવામાં આવ્યો હતો. જ્યાં અમરસિંહને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમરસિંહ ઠાકોરે દિનેશજી ઠાકોર ઉપર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...