કડીમાં ટ્રક અકસ્માતમાં 2નાં મોત:બહેન ઘરે રાખડી બાંધવા આવી તો ભાઈએ ફોન પર કહ્યું- થોડીવારમાં આવું છું, પણ ઘરે મૃતદેહ પહોંચ્યો

કડી2 મહિનો પહેલા
  • રક્ષાબંઘનની આગલી રાત્રે જ ભાઈને ગુમાવ્યો

કડીના કરણનગર ખાતે રહેતાં જયેશભાઈ સલાટ કે જેઓ ઈરાણા પાસે આવેલ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જયેશના મિત્ર ગોલુ પ્રજાપતિ બંન્ને જણા વિડજ ગામ તરફથી બાઈક લઇને કડી તરફ આવી રહ્યાં હતાં. ત્યારે નાની ગાડી પાસે આવેલ ગુલાબ ફેક્ટરી પાસે કડી તરફથી એન્ગલો ભરીને આવી રહેલ ટ્રકને અથડાતા બાઇક ટ્રકના આગળના ભાગે ઘુસી જતાં બન્ને ભારે ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જયેશના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. કડી પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ બંને મિત્રોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી. ત્યારે બન્ને યુવકોને કડી કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં અને પોલીસે આગળની કાર્યવાહી આદરી હતી.

ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇનુ અકસ્માતમાં મોત
કડી તાલુકાના નાની કડી પાસે આવેલ ગુલાબ ફેક્ટરી પાસે ટ્રક અને બાઇકના અકસ્માતમાં બે મિત્રોનું કરૂન મોત નિપજ્યું હતું. જયેશના બેન અને બનેવી બન્ને જયેશના ઘરે કરણનગર ખાતે રક્ષાબંધનનો તહેવાર હોવાથી રાખડી બાંધવા માટે આવ્યા હતાં. ત્યારે ઘરે પહોંચી બનેવી જીતુભાઈએ જયેશને ફોન કર્યો હતો કે તમે ક્યાં છો? હું અને તમારી બહેન રક્ષાબંધન હોઈ તમને રાખડી બાંધવા માટે કરણનગર ખાતે આવ્યા છીએ. ત્યારે જયેશે કહેલું કે હું કંપનીમાં છું અને થોડા ટાઇમ પછી ઘરે આવું છું. જયેશના બનેવીએ સાડા આઠ વાગ્યાની અરસામાં ફરીથી ફોન કરતા અજાણ્યા ઈસમે ફોન ઉપાડ્યો અને કહ્યું કે જેનો ફોન છે તેનો અકસ્માત થયો છે. તો જયેશના બનેવી અને તેમના સાળી નાનીકડી ખાતે દોડી આવ્યાં હતાં. પરંતુ તેમનો સાળો અને મિત્ર બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તેવું જોતા તેમને પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બહેન ઘરે રાખડી બાંધવા આવી અને ભાઈનું અકસ્માતમાં મોત
કડીના નાનીકડી ખાતે ટ્રક અને બાઈક અકસ્માતમાં જયેશ અને તેમના મિત્ર ગોલુ પ્રજાપતિનું કરુણ મોત નિપજ્યું હતું. જયેશ અને તેમનો મિત્ર વિદર્ભ તરફથી કડી તરફ આવી રહ્યાં હતા. તે સમયે નાનીકડી ખાતે ટ્રક સાથે અથડાતાં બન્ને મિત્રોના મોત નિપજ્યાં હતાં. જ્યારે જયેશની બહેન કરણનગર ખાતે ભાઈને રાખડી બાંધવા આવી હતી, પરંતુ ભાઇ જયેશનું અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અકસ્માતમાં 2 યુવકોના મોત નિપજતા કડી પોલીસે ફરિયાદ નોંધી
કડી તાલુકાના નાનીકડી ખાતે બાઈક અને ટ્રકની વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. અકસ્માત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કડી પોલીસ અને 108ને ફોન કરીને જાણ કરી હતી. ઘટનાસ્થળે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને કડી પોલીસે જયેશના બનેવી જીતુભાઈની ફરિયાદ લઈને ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...