તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:કડીના જમીન દલાલ પર કરણનગર પાસે હિંસક હુમલો

કડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કડીના જમીન દલાલ બાબુભાઈ પ્રજાપતિને ગંભીર ઇજા પહોંચતાં દવાખાને દાખલ કરાયા હતા. - Divya Bhaskar
કડીના જમીન દલાલ બાબુભાઈ પ્રજાપતિને ગંભીર ઇજા પહોંચતાં દવાખાને દાખલ કરાયા હતા.
 • જમીન અંગેની અંગત અદાવતમાં ત્રણ ગાડીમાં આવેલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો, ગાડીના કાચ ફોડ્યા

કડીના જમીન દલાલ બાબુભાઈ પ્રજાપતિને અજાણ્યા શખ્સોએ શુક્રવારે રાત્રે કરણનગર નજીક બોલાવી ત્રણ કાર ભરીને આવેલા શખ્સોએ જમીનની અદાવતમાં તિક્ષ્ણ હથિયારો વડે કરેલા હુમલામાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ગાડીમાં તોડફોડ કરી હતી. પોલીસે નિવેદન આધારે હુમલાખોરો સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. દેત્રોજ તાલુકા કુકવાવ ગામના વતની અને છેલ્લા 8 વર્ષથી કડીના કરણનગર રોડ સ્થિત સિદ્ધરાજ સોસાયટીમાં રહેતા બાબુભાઈ શંકરભાઈ પ્રજાપતિ દૂધ અને માવાના વ્યવસાયની સાથે જમીન દલાલી પણ કરે છે. શુક્રવારે રાતે સાતેક વાગે અજાણ્યા ફોનથી જમીન જોવા મામલે બાબુભાઈને કરણનગર બોલાવ્યા હતા.

બાબુભાઈ તેમની કાર (GJ 01 RA 1019) લઈને એકલા કરણનગર ગયા હતા. ત્યારે બુડાસણ તરફ જવાના માર્ગે ત્રણ ગાડીઓ ભરીને આવેલા અજાણ્યા શખ્સોએ બાબુભાઈને ઘેરી લીધા હતા અને અગાઉની જમીનની અંગત અદાવતમાં આ શખ્સોએ તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરી તેમની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. બાબુભાઇએ બચાવવા બુમાબુમ કરતાં આસપાસથી લોકો આવે તે પહેલાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. બાબુભાઈ પ્રજાપતિને ગંભીર હાલતમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે કડી પોલીસને જાણ કરતા પોલીસે ઈજાગ્રસ્ત બાબુભાઈ પ્રજાપતિના નિવેદન આધારે પ્રજાપતિ રોહિત અને ભુરાભાઈ સહિતના અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે,શુક્રવારે સાંજે જ ગાંધીનગર રેન્જ આઈજી અને મહેસાણા એસપીએ કડી પોલીસ મથકની મુલાકાત લઇ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે બે કલાક સુધી બેઠક કરી હતી. તેઓ 7 વાગે કડીથી રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો