સુરત ડિસ્ટ્રીક બેંકના નવનિયુક્ત ડિરેક્ટરની નિમણૂંક:કડીના કુંડાળ ગામના અને સહકારી ક્ષેત્રના આગેવાન વિનોદ પટેલ સુરત ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર બન્યા

કડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના કુંડળ ગામના વતની અને સહકારી ક્ષેત્રે નામ ધરાવતા વિનોદ પટેલ સુરત ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર બન્યા છે. જેઓ કડી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. છેલ્લા 20 વર્ષથી સહકારી ક્ષેત્રે પોતાની સેવાઓ અદા કરી છે. તેમજ હાલ તેઓ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પણ છે અને જેઓ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બનતાં કડીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આગેવાનોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી.

કડી તાલુકાના કુંડાળ ગામના વતની અને મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અને જિલ્લાના સહકારી અગ્રણી તેમજ કડી એપીએમસીમા સતત 20 વર્ષ સુધી ચેરમેન તરીકે અવિરત સેવાઓ આપનાર ભાજપ અગ્રણી વિનોદ રણછોડભાઈ પટેલની સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડિરેક્ટર પદે નિમણૂક કરવામા આવી છે. જેને લઈ કડી અને મહેસાણાના કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...