રોષ:કડીના ડાંગરવામાં કેમિકલ ફેક્ટરી બનાવવા સામે ગ્રામજનોનો વિરોધ

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાંગરવામાં કેમિકલ ફેક્ટરી આવવાના અહેવાલથી ગ્રામજનોનો વિરોધ - Divya Bhaskar
ડાંગરવામાં કેમિકલ ફેક્ટરી આવવાના અહેવાલથી ગ્રામજનોનો વિરોધ
  • ગામસભા યોજી કેમિકલ ફેક્ટરી નહીં બનાવવા ઠરાવ કરાયો
  • કેમિકલ સિવાયની ​​​​​​​કોઇ ફેક્ટરી આવે તો વિરોધ નથી : ગામલોકો

કડી તાલુકાના ડાંગરવામાં કેમિકલની ફેક્ટરી બનવાની હોવાની વાતને લઇ ગ્રામજનોમાં વિરોધના સૂર ઊઠ્યો છે. આ બાબતે ગ્રામસભામાં કેમિકલની ફેક્ટરી નહીં બનાવવા ઠરાવ કરાયો છે.જોકે, કેમિકલ સિવાય અન્ય કોઇ ફેક્ટરી ગામમાં આવે તો કોઇ વિરોધ નથી તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

કડી તાલુકાનું ડાંગરવા ગામ પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે. ગામમાં કેમિકલ ફેક્ટરી બનાવવાની માહિતીના આધારે ગ્રામજનો દ્વારા ગામની સીમમાં કે આસપાસ કેમિકલની ફેક્ટરી ન આવે તે માટે વિરોધ નોંધાવ્યો છે.

ગામમાં કેમિકલ ફેક્ટરીથી પશુ-પંખી, ખેતીની જમીન, પાણી અને માનવજાતને નુકસાન પહોંચી શકે છે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ગામમાં કેમિકલ ફેક્ટરી બનાવવા સામે વિરોધ દર્શાવ્યો છે. જોકે, કેમિકલ સિવાય અન્ય કોઇ ફેક્ટરી ગામમાં આવે તો કોઇ વિરોધ નથી તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

પશુ-માનવજાતને નુકસાન
ડાંગરવા ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો ગામમાં કેમિકલ ફેક્ટરી નાખવામાં આવે તો પશુ-પંખી, ખેતીની જમીન, પાણી અને માનવજાતને પણ નુકસાન પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...