તંત્રની કામગીરી સામે સવાલો:કડીના વિડજમાં 4-4 દિવસથી પાણી ભરાયેલાં રહેતાં ગામલોકો પરેશાન

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં પાણી ભરાઈ જતાં બાળકો, દૂધ મંડળી આગળ પશુપાલકો પરેશાન

વિડજ ગામમા વર્ષો જૂની વરસાદી પાણી સમસ્યા છે. ગામની પ્રાથમિક શાળા, દૂધ મંડળી અને ઈન્દિરા પરાના ઘરોમા વરસાદી પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકી પડી રહી છે. તેમ છતાં સ્થાનિક તંત્ર ગામમાં ન ફરકતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

વહીવટી તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ગામલોકોમાં રોષે ભરાયેલા છે. કડી પંથકમા છેલ્લા પાંચ દિવસમાં આઠ ઈંચથી વધારે વરસાદ પડતા વિડજ ગામમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાઈ જતાં છેલ્લા ચાર દિવસથી શાળાના બાળકોને શાળાએ જવું મુશ્કેલ બની ગયું છે.

વિડજ દૂધ મંડળી આગળ પણ વરસાદી પાણી ભરાઈ જતાં દૂધ મંડળીમાં દૂધ ભરાવા જતાં પશુપાલકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે. ઈન્દિરાનગર પરામા ઢીંચણ સમા પાણી ભરાયેલા છે. તેમજ કેટલાક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિડજ ગામમા છેલ્લા દશ વર્ષ જૂની સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...