દંડનીય કાર્યવાહી:કડીમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનોને લોક કરી દંડ ફટકાર્યો

કડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકની સમસ્યાને લઈ આડેધડ પાર્કિંગ કરેલ વાહનોને લોક મારતા ફફડાટ
  • દ્રિચક્રીના 550,ફોર વ્હીલ 630 તથા હેવી વાહનના 900 લેખે દંડ ઉઘરાવતા વાહન ચાલકોમા રોષ

કડી શહેરમા ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્ક કરીને જતા રહેતા વાહન ચાલકોને 30 ઉપરાંત કારને લોક કરી દંડ વસૂલ કરતા વાહન ચાલકોમાં ફફડાટફેલાયો છે.

ટ્રોઈંગ વાન શહેરમા ફરતી જોવા મળતા દ્વિચક્રી વાહન ચાલકો રૂ.550 દંડની રકમ સાંભળીને જ લાલઘૂમ થઈ ગયેલા નજરે પડ્યા હતા

કડીમા સ્થાનીક પોલિસ અને પાલિકાની રહેમ નજરે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે.તેમાં આડેધડ ટ્રાફિકને અડચણરૂપ વાહનો ઉભા રાખી ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે.વેપારીઓ દૂકાનોના માલ સામાન ફૂટપાથ પાથરી દબાણો કરી દૂકાનો આગળ તેમના વાહનો પાર્ક કરતા બજારમા ખરીદી માટે આવતા ગ્રાહકો માટે પાર્કિંગની કોઈ અલાયદી વ્યવસ્થા ના હોઈ જગ્યા મળી ત્યાં પાર્ક કરીને ખરીદી કરવા જતા વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યા ઉભી કરી રહ્યા છે.છેલ્લા બે દિવસથી કડી પોલિસે કોન્ટ્રાક્ટ પર ટ્રોઈંગ વાન લાવી છેલ્લા બે દિવસમાં 30 ઉપરાંત કારને લોક મારી તગડો દંડ વસૂલાત વાહન ચાલકો રોષે ભરાયા છે.ટ્રોઈંગ વાન શહેરમા ફરતી જોવા મળતા દ્વિચક્રી વાહન ચાલકો રૂ.550 દંડની રકમ સાંભળીને જ લાલઘૂમ થઈ ગયેલા નજરે પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...