તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:કડીના સોમેશ્વર તીર્થ આશ્રમ ખાતે રસીકરણનો કેમ્પ યોજાયો 223 લોકોનું રસીકરણ કરાયું

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 223 લોકોનું રસીકરણ કરાયું

કડીના સોમેશ્વર તીર્થ આશ્રમ ખાતે આરોગ્ય તંત્ર અને નગરપાલિકા દ્વારા કોરોના રસીકરણનો કેમ્પ યોજાયો હતો. રસીકરણ કેમ્પનું આયોજન કડી નગરપાલિકાના વોર્ડ નંબર 7 ના નગરસેવકો અને કડી આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સોમેશ્વર તીર્થ આશ્રમ ખાતે યોજાયેલ રસીકરણ કેમ્પની અંદર કુલ 223 લાભાર્થીઓએ કોરોનાની રસી લીધી હતી.

આ કેમ્પની અંદર કડી નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા કડી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નિલેશ નાયક,નિલેશ પટેલ,ઉષાબેન પટેલ, અનસોયાબેન પટેલ,તથા કડી શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઇ કાપડીયા,કડી શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પટેલ,મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ પટેલ, હિમાંશુભાઈ ખમાર અને કડી અર્બન હેલ્થ સેન્ટરના ડો. ભાવેશ પટેલ ડો. દીક્ષિત પટેલ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો