લીલાછમ વૃક્ષો કાપી જતા ઈસમો સામે રોષ:કડીમાં 70થી વધુ બાવળના ઝાડનું ગૌચર જમીનમાંથી નિકંદન; મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ છતાં નિરાકરણ નહીં

કડીએક મહિનો પહેલા

કડી પંથકની અંદર છેલ્લા કેટલાક દિવસથી લીલાછમ વૃક્ષો કાપી નાખવાની ઘટના અનેકવાર સામે આવતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કડક હાથે પગલા ન લેવાતા અનેકવાર કેટલાક ઈસમો લીલાછમ વૃક્ષો કાપી જતા હોય છે. ત્યારે કડી તાલુકાના દેવુસણા ગામે ગૌચર જમીનમાંથી 70થી પણ વધુ બાવળના ઝાડ કાપી જતાં સરપંચ તેમજ તલાટી દ્વારા વન વિભાગ અને મામલતદાર કચેરી ખાતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી.

કડી તાલુકા તેમજ શહેરની અંદર અનેકવાર લીલાછમ વૃક્ષો કાપી નાખતા કેટલાક ઇસમો સામે કડક સાથે પગલાં ન લેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કડી તાલુકાના દેવુસણા ગામે આવેલા સર્વે નંબર 79ની ગૌચર જમીનમાંથી કેટલાક દિવસ પહેલાં 70થી વધુ લીલાછમ બાવળના ઝાડ કાપી નાખતા દેવસણા ગામના સરપંચ દ્વારા લેખિતમાં મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. કડી તાલુકાના દેવસણા ગામે ગ્રામ પંચાયતની હસ્તક આવેલા ગૌચર જમીનમાંથી થોડાક દિવસો પૂર્વે કેટલાક ઈસમો દ્વારા લીલાછમ બાવળના ઝાડ કાપી નાખવામાં આવ્યા હતા. જ્યાં સરપંચને જાણ થતાં તેઓએ લેખિતમાં કડી મામલતદાર કચેરી ખાતે જાણ કરી હતી. જ્યારે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. લેખિત જાણ કરવા છતાં હજુ કોઈ અધિકારીઓ તપાસમાં આવ્યા નથી તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...