સમસ્યાનો કાયમી નિકાલ:કડીના ઉંટવા ચોકડીએ 100 મીટર પાઇપ નાખી વરસાદી પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કર્યો

કડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડી થોળ રોડના નવીનીકરણ દરમિયાન નીકળેલી સિમેન્ટની પાઈપોનો ઉપયોગ કરી સરકારના અંદાજે રૂ. એક લાખના ખર્ચની બચત કરાવાઈ

કડી નંદાસણ રોડ સ્થિત ઉંટવા ચોકડી પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાઈ રહેતા હતા. વાહન ચાલકોને હાલાકી પડતી હોવાની સમસ્યા અંગે દિવ્ય ભાસ્કમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલને પગલે આર એન્ડ બી વિભાગ હરકતમાં આવ્યું હતું.

રોડમા બંને બાજુ ગરનાળા સુધી બાંધકામ કરીને આડસો ઉભી કરેલ તમામ બાંધકામ જેસીબી મશીનથી દૂર કરી ગરનાળા ખુલ્લા કર્યા બાદ R & Bએ વેસ્ટ સિમેન્ટની પાઈપોનો ઉપયોગ કરી અંદાજે 100 મીટર સુધી વરસાદી પાણીની લાઈન નાખી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કર્યો હતો. કડીના નાયબ કાર્યપાલક ઈજનેર જીગ્નેશ પટેલે સમસ્યાનુ નિરાકરણ કરી સરકારના અંદાજે એક લાખના ખર્ચની બચત કરી સરહાનીય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...