એકાએક વાતાવરણમાં પલટો:કડીમાં વંટોળ સાથે કમોસમી વરસાદ પડ્યો; માર્કેટ યાર્ડમાં એરંડા, ઘઉં, રાયડો પલળી ગયું

કડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં ચારથી નવ માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આગાહીના પગલે સોમવારે સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને વાવાઝોડું વંટોળ ફુગાવાનું શરૂ થઈ ગયું હતું. પંથકમાં થોડીકવાર માટે તો ચોમાસા જેવું વાતાવરણ બની ગયું હતું. કમોસમી માવઠા કડી પંથકમાં થયા હતા. જેના કારણે કડી માર્કેટ યાર્ડમાં રહેલ એરંડા, ઘઉં, રાયડો, જેવો માલ પલળી ગયો હતો. જેથી વ્યાપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

કડી પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ છવાઈ ગયો હતો અને ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું. અચાનક જ ધૂળની ડમરીઓ ઉડવા મંડી હતી અને પંથકમાં વરસાદ કમોસમી ખાબક્યો હતો. ધૂળની ડમરીઓ ઉમતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમજ કડી માર્કેટ યાર્ડની અંદર રહેલ ખરીફ માલ પલળી ગયો હતો. જ્યારે ખેડૂતો રવિવારની રજાના કારણે મોટા પ્રમાણમાં માલ લઈને આવ્યા હતા અને સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતાં વરસાદ આપ્યો હતો. જેના કારણે માર્કેટ યાર્ડમાં રહેલા એરંડા, રાયડો, ઘઉં જેવો માલ પલળી ગયો હતો. જ્યાં વરસાદ પડવાની સાથે જ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સાથે સાથે સમી સાંજે વરસાદ ખાબકતા માર્કેટમાં રહેલા એરંડા, ઘઉં, રાયડો જેવો માલ પલળી ગયો હતો. જેથી વેપારીઓને નુકસાનીનો વારો વેઠવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...