મંદિરમાં ચોરી:કડીના આદુંદરાના રામદેવપીર મંદિરમાં છત્તર-રોકડની ચોરી

કડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિનામાં 3 મંદિરોમાં ચોરી થતાં ફફડાટ

કડીના આદુંદરામાં રામદેવપીરના મંદિરમાં ચોરોએ મંદિરને નિશાન બનાવી મંદિરમાંથી છત્તર તેમજ દાનપેટી સહિતમાંથી રોકડની ચોરી કરી જતાં ભક્તોમાં રોષ ભભૂક્યો હતો. આદુંદરા ગામમા એક માસની અંદર તસ્કરોએ ત્રણ ત્રણ મંદિરોને નિશાન બનાવ્યા છે.

સોમવારની રાત્રિ દરમિયાન વણકરવાસ પાસે આવેલ રામદેવપીરના મંદિરમાં તસ્કરો ત્રાટક્યાં હતા અને મંદિરમાંથી છત્તર તેમજ દાનપેટીની અંદરથી રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.આ અંગે મંદિરના સંચાલકોએ મંગળવારે કડી પોલીસ મથકે આવી મંદિરમા ચોરી થયાની જાણ કરી હતી.

કડીના પીએસઆઈ બી.વી.ઠક્કરે ચોરીની ઘટના અંગે મંદિર સ્થળની મુલાકાત કરી મંદિરના ટ્રસ્ટીઓને ફરિયાદ કરવા પોલીસ મથકે આવવા જાણ કરી હતી પરંતુ કોઈ ફરિયાદ કરવા આવેલ નથી તેમ જણાવ્યુ હતું. જોકે, અગાઉ બે મંદિરોમાં ચોરી મામલે પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી તે અંગે પીએસઆઈ ઠક્કરે મૌન સેવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...