કડી તાલુકાના કરણનગર રેલવે ફાટક પાસે યુવકનો ભાઈ તેમજ ગામનો જ એક ઈસમ ઝઘડતા હતા. જે દરમિયાન યુવક ઝઘડતા લોકોને છોડાવવા માટે ગયો હતો. જ્યાં ઇસમના હાથમાં પથ્થર યુવકને વાગી જતાં આંખે ટાંકા આવ્યા હતા. જ્યાં યુવકને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કડી પોલીસે દંતાણી ભાવેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના કરણનગર ગામે રહેતો નરેશ દંતાણી કે જે પોતે ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. જે દરમિયાન તેના બાઈકને પેટ્રોલ પુરાવવા માટે નીકળ્યો હતો અને નરેશનો ભાઈ હિતેન્દ્ર હિટાચી કંપનીમાં નોકરી કરતો હોય સાયકલ લઈને નોકરી કરવા સારું તેની આગળ જ નીકળ્યો હતો. જે દરમિયાન કરણનગર ફાટક પાસે પહોંચતા નરેશનો ભાઈ હિતેન્દ્ર અને તેના ગામનો જ ભાવેશ બંને જણા બથમ બથી ઝઘડતા હતા.
કરણનગર ગામે રેલવે ફાટક પાસે નરેશ દંતાણી બાઈક લઈને પહોંચતા ત્યાં તેનો ભાઈ અને ભાવેશ દંતાણી બંને જણા ઝઘડતા હતા. જે દરમિયાન નરેશ પોતાનું બાઈક ઊભું રાખીને છોડાવવા માટે ગયો હતો. જ્યાં છોડાવવા જતા ભાવેશ તેના હાથમાં રહેલ પથ્થર નરેશને મારતા આંખના ભાગે પથ્થર વાગેલો હતો અને ભાવેશ ત્યાંથી નીકળી ગયો હતો. જ્યાં આંખના ભાગે લોહી નીકળતા તેને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આંખના ભાગે ટાંકા આવ્યા હતા. કડી પોલીસે ભાવેશ દંતાણી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.