કડી શહેર તેમજ તાલુકાની અંદર ઘરની પાસે પાર્ક કરેલા વાહનો તેમજ સાયલેંસરોમાં ચોરીના બનાવમાં વધારો થતા રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કડી તાલુકા તેમજ શહેરની અંદર એક જ રાતની અંદર બે કાર ચોરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કડીના કરણ નગર રોડ ઉપર જલધારા સોસાયટીમાં ઘરની પાસે પાર્ક કરેલી સ્વીફ્ટ ગાડી ચોરાઈ હતી. કડી તાલુકાના મણીપુર ગામે ઘરની આગળ જ પાર્ક કરેલી સ્વીફ્ટ ગાડીને ગઠીયો લઈ જતા બાવલુ તેમજ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી.
કડી શહેરના કરણ નગર રોડ ઉપર આવેલ જલધારા સોસાયટીમાં રહેતા તેજસ પટેલ કે પોતે ગણેશ પ્લાયવુડ નામની દુકાનની અંદર નોકરી કરીને ગુજરાત ચલાવી રહ્યા છે. જેઓના માતા-પિતા અને બહેન અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. તેજસભાઈની ગાડી તેમના પિતાના નામથી ખરીદેલી છે. જે દરમિયાન તેઓ ધંધાર્થે પોતાની ગાડી લઈને ગયા હતા અને ધંધાર્થે જઈને ગાડી લઈને પોતાના ઘરે આવ્યા હતા. જ્યાં સ્વિફ્ટ ગાડી તેઓએ ઘરની બહાર પાર્ક કરી હતી. જ્યાં તેઓએ સવારે જાગીને ઘરની બહાર જોયું તો તેઓની ગાડી દેખાઈ ન હતી. જ્યાં આજુબાજુ તેઓએ તપાસ કરતાં તેઓની ગાડીની ભાળ મળી ન હતી. તેઓએ કડી પોલીસ સ્ટેશન ખાતે જઈને પોતાની ગાડી ચોરાઈ ગઈ છે. જેવી ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મણીપુર ગામે રહેતા નટવરભાઈ પટેલ કે, જેઓ ખેતીવાડીનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેમની ગાડી તેમના ઘર પાસે પાર્ક કરી હતી અને તેમનો પુત્ર તેના પુત્રોને લઈને ગાડીમાં બેસાડીને રમાડતો હતો. જે દરમિયાન બાળકોને રમાડીને નટવરભાઈનો પુત્ર પોતાના ઘરે ગયો હતો. ભૂલથી ગાડીમાં ચાવી રહી ગઈ હતી. જ્યાં તેઓએ વહેલી સવારે જોયું તો તેમની ઘરની બહાર તેમની સ્વીફ્ટ ગાડીજોવા મળી ન હતી. જ્યારે નટવરભાઈ એ તેમના દીકરાને પણ જાણ કરી હતી. જે ગામની અંદર તપાસ કરી હતી, પરંતુ તેમની ગાડીની ભાળ ન મળતા તેઓ બાવલુ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી
કડી પંથકની અંદર જાણે તસ્કરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. દિવસેને દિવસે પંથકની અંદર વાહન ચોરીમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ઘરની બહાર વાહનો પાર્ક કર્યા હોય અને રહીશો સવારે ઊઠીને જુએ તો પોતાના વાહનો જોવા મળતા નથી. આંતરા દિવસે કડી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાતી જોવા મળી રહી છે. ત્યારે કડી પંથકના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસના પેટ્રોલિંગમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.