રુંવાડાં ઊભાં કરી દેતો 30 સેકન્ડનો વીડિયો:કડીમાં વિકરાળ આગમાં બે ભાઈઓ ભડભડ સળગ્યા; ઘટના એટલી ભયંકર હતી કે જીવ બચ્યા બાદ પણ હજી સુધી ધ્રૂજી રહ્યા છે

કડી14 દિવસ પહેલા

કડીના મણિપુર ગામમાં રહેતા બે પરપ્રાંતીય ભાઈઓને આજની ઘટના જીવનભર યાદ રહેશે. જ્યાં બને ભાઈઓ નોકરીથી પરત ફરી જમી પરવારીને બેઠા હતા ને એવું તો શું બન્યું કે અચાનક આગ લાગી અને જોતજોતામાં એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે બંનેને ભાગવા જેટલો સમય પણ ના મળ્યો. ઘરના સરસામાન થકી બંને ભાઈઓ આ આગની લપેટમાં આવીને દાઝી ગયા. આજુબાજુના રહેવાસીઓને આ ઘટનાની જાણ થતાં બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પણ બંને ભાઈઓ ધ્રૂજી રહ્યા હતા, તેમને એ સમયે બનેલી ઘટનાનો અહેસાસ કરાવી રહી છે.

આગની વિકરાળ ઘટનામાં મોઢાથી લઈ પગ સુધી શરીર દાઝી ગયું.
આગની વિકરાળ ઘટનામાં મોઢાથી લઈ પગ સુધી શરીર દાઝી ગયું.

બંને ભાઈઓ આગની લપેટમાં આવી ગયા
કડી તાલુકાના મણિપુર ગામની અંદર રહેતા અને મણિપુરની સીમની અંદર આવેલા હરા પેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર નોકરી કરતા રાજસ્થાનના રહેવાસી રવીન્દ્ર ખાટ અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુ ખાટ, જેઓ નોકરી કરીને રાત્રે 8 વાગ્યે આશરામાં ભાડાના મકાનમાં મણિપુર પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા બાદ બંને ભાઈઓએ રસોઈ બનાવી હતી અને જમીને તેઓ બેઠા હતા. ત્યાં અચાનક જ ઘરની અંદર આગ લાગતાં સરસામાન સહિત તેઓ બંને પણ આગની લપેટમાં આવી ગયા હતા. આજુબાજુના લોકોને આગની જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંને ભાઈઓને આગની લપેટમાંથી બહાર કાઢી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડ્યા હતા.

સારવાર દરમિયાન પણ ઘટનાને યાદ કરી ધ્રૂજી રહ્યા છે.
સારવાર દરમિયાન પણ ઘટનાને યાદ કરી ધ્રૂજી રહ્યા છે.

આગની ઘટનાએ બંને ભાઈઓને ધ્રુજાવી દીધા
આગની લપેટમાં આવેલા બંને ભાઈઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બંને ભાઈઓનાં એકપણ એવાં અંગ ન હતાં કે જે દાઝ્યા ના હોય. સારવાર દરમિયાન પણ જ્યારે તેમને પાટા બાંધવામાં આવ્યા અને સારવાર ચાલી રહી હતી, એ દરમિયાન પણ બંને ભાઈઓ બનેલી ઘટનાને યાદ કરીને ધ્રૂજતા હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર દરમિયાન વધારે તબિયત બગડતાં બંનેને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

બંને ભાઈઓને બહાર નીકવાનો મોકો પણ ન મળ્યો.
બંને ભાઈઓને બહાર નીકવાનો મોકો પણ ન મળ્યો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટો ધડાકો થયો હતો
કડીના મણિપુર ગામની અંદર અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી અને બે સગા ભાઈઓ ગંભીર રીતે આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યાં સ્થાનિક લોકોને પૂછ્યું તો તેમનું કહેવું હતું કે રાત્રિના 9-9:30 વાગ્યાના અરસામાં ઓરડીમાં ધડાકો થયો હતો અને આગ લાગી હતી. જ્યાં અંદર રહેતા બે લોકો દાઝ્યા હતા. ઓરડીના અંદર જોયું તો ગેસની સગડી ઊંધી પડી ગયેલી હતી અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. આ ઘટનામાં અંદર રહેલા બંને લોકો દાઝી ગયા હતા. તેમને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને સગા ભાઈઓને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ બાવલું પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને કંપનીના માલિકને જાણ થતાં કંપનીના માલિક સહિતનો સ્ટાફ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.

લાઈટની સ્વીચ પાડતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો
ઘટનાની​​​​​​​ જાણ પોલીસને થતા બાવલું પોલીસે બંનેના નિવેદન લીધા હતા અને બીજ જમાદાર રાજુભાઈ રબારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બંને રાજસ્થાનના રહેવાસી છે અને 9 વાગ્યાના અરસામાં જમીને ઘરની અંદર બેઠા હતા અને લાઈટની સ્વીચ પાડતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો અને બંને યુવાનો દાઝ્યા હતા. આગ લાગવાનું કારણ શું? તેવું પૂછતા તેમણે ગેસ લીકેજ હોઈ શકે તેવું તેમણે જણાવ્યું હતું અને બંને રૂમ બંધ કરીને ઘરની ઓરડીમાં બેઠા હતા અને લાઈટની સ્વીચ પાડવાની સાથે જ બ્લાસ્ટ થયો હતો જેની પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...