તપાસ:કડીમાં બે ઓવરલોડ રેતી ભરેલા 60 લાખના મુદ્દામાલ સાથે ડમ્પર ઝડપ્યા

કડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા ખાણ ખનીજ વિભાગે કડીમાંથી બે ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવરોડ લાઈન્સ તથા સચીન સેન્ડની કંપનીના સંચાલકો બેફામ ઓવરલોડ રેતી ભરીને ઉ.ગુ.ના શહેરમાં વેપાર કરી રહ્યા હતા.તેવામાં મંગળવારે બપોરે મહેસાણા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે ઓચિંતુ ચેકીંગ કરતાં ભૂ-માફિયાઓ ફફડી ઉઠ્યા હતા.

જોકે,ખનીજ વિભાગે શહેરના નંદાસણ હાઈવે પરથી પસાર થતી GJ.24,X-1145 તથા નાનીકડી વિસ્તારમાંથી પસાર થતી GJ.24,2423 નંબરના બે 24 ટન રેતીની કેપેસીટી સામે 31 ટન ઓવરલોડ રેતી ભરીને વેપલો કરનાર બન્ને ડમ્પર રૂ.60 લાખના મુદ્દામાલ ઝડપીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...