હાલાકી:કડીના ગાંધીચોક, સ્ટેશન રોડ પર રિક્ષાઓ આડેધડ ઉભી રાખતાં ટ્રાફિક

કડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મોબાઇલમાં મસ્ત અને પ્રજા ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત

કડી શહેરના પીરબોરડી ઢાળ ગાંધીચોક, સ્ટેશન રોડ, દેત્રોજ રોડ સહિતના વિસ્તારોમા પેસેન્જર રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી રોડ વચ્ચે ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્ક કરી મુસાફરો ભરવા ઉભા રહે છે. ટ્રાફિક પોઈન્ટ પરના જીઆરડી અને હોમગાર્ડના જવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડના માણસો મોબાઈલમાં મસ્ત રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો ટ્રાફિકથી પરેશાન થઈ ઉઠ્યા છે.

શહેરીજનો અવાર નવાર ટ્રાફિક પોઈન્ટ પર ફરજ ફરના કર્મીઓને મોબાઈલ મુકી ટ્રાફિકની સમસ્યા દૂર કરો તેવી રજૂઆતો કરવા છતા ફરજ પરના કર્મીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. શહેરના મુખ્યત્વે ગંજબજાર નાગરિક બેન્ક, પટેલ ભુવન, ગાંધીચોક, હાઈવે ચાર રસ્તા, મામલતદાર કચેરી ખાતે ફરજ પરના કર્મીઓ મોબાઈલમા મસ્ત રહેતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...