ટ્રાફિક સમસ્યા:કડીમાં દિવાળીની ખરીદીને લઇ બજારોમાં ભીડથી ટ્રાફિક, રાહદારીઓ, વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીચોક, હાઈવે ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા વકરી

કડી શહેરમાં દિવાળીના તહેવારને પગલે ધનતેરસને મંગળવારે ફટાકડા, રેડિમેડ કપડાં, મિઠાઇ, સોના-ચાંદીના દાગીના બજારોમાં ખરીદી માટે ભારે ભીડ ઉમટી પડી હતી. જેને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક થતાં વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા.

દિવસભર શહેરના ગાંધીચોક પોલીસ ચોકી ફરતે તેમજ સ્ટેશન રોડ, ગંજબજાર, પીરબોરડી સહિતના વિસ્તારોમાં વારંવાર ટ્રાફિક થતો હતો. જેના કારણે દિવાળીની ખરીદી માટે આવેલા લોકોએ પરેશાનીનો ભોગ બનવું પડ્યું હતું. શહેરના હાઈવે ચાર રસ્તા, થોળ રોડ, છત્રાલ રોડ ઉપર પણ આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી હતી.

અન્ય સમાચારો પણ છે...