ભાવ વધારો:કડી શાકમાર્કેટમાં ~60 એ કિલોમાં વેચાતાં ટામેટાં છૂટકમાં રૂ.100ના ભાવે વેેચાય છે

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોથમીર સહિતની શાકભાજીના ભાવમાં પણ ‌વધારો થયો

કડી તાલુકામા સામાન્ય અને સતત તથા સમયાંતરે પડેલા વરસાદથી ટામેટા, કપાસ, ડાંગર સહિતના પાકોના ઉત્પાદનમાં તેની અસર જોવા મળી છે. હાલમાં કડી શાકમાર્કેટમાં ટામેટાના ભાવ પ્રતિ કિલોના રૂ.60થી રૂ.100માં વેચાતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

શાકમાર્કેટમાં ટામેટા કિલોએ રૂ. 60 તથા બજારમાં છૂટક રૂ.100ના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે કોથમીર રૂ.160ના ભાવે વેચાય છે. તમામ શાકભાજી સરેરાશ રૂ.50 થી 100 કિ.ગ્રા.ના ભાવે મળતાં રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યુ છે. 10 દિવસ અગાઉ રૂ.30 કિલોના ભાવે વેચાતા ટામેટાના ભાવ 10 દિવસમાં બે ગણા થઈ ગયા છે. રૂ.60 અને 100ના ભાવે વેચાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...