માથાકૂટમાં બનેવીએ સાળી પર હુમલો કર્યો:'તું તારી બેનને બચાવવા અમારા ઘરે આવીશ તો જાનથી મારી નાખીશ' કહીને ધમકી આપી, બનેવી સહિત 3 ઈસમો સામે ફરિયાદ

કડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના પંથોડા ગામે સાઢુ સાઢુ વચ્ચે માથાકૂટ થતાં છોડાવવા માટે ગયેલ મહિલા ઉપર પોતાના જ સગા બનેવી સહિત ત્રણ ઈસમોએ હુમલો કરી નાખ્યો હતો. પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પંથોડા ખાતે રહેતા રેશમા સિપાઈના પતિ ઈસુભાઈ ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ પરિવાર સાથે રહે છે જે દરમિયાન તેમની બેનના લગ્ન તેમના જ ગામે કરેલા હતા. ત્યારે રેશમા પોતાના ઘરે હાજર હતી ત્યારે તેમની બહેન આવી અને કહેવા લાગી કે તારા પતિને મારા પતિ બંને જણા માથાકૂટ અને મારામારી કરી રહ્યા છે. જે દરમિયાન બંને બહેનો ત્યાં પહોંચી હતી. જે દરમિયાન વચ્ચે પડેલી રેશમા પર તેના સગા બનેવી સહિત ત્રણ ઈસમોએ હુમલો કર્યો હતો.

કડીના પંથોડા ગામે રેશમા પોતાના ઘરે હાજર હતી. જે દરમિયાન તેની બહેન કહેવા આવી હતી કે તારો પતિ અને મારો પતિ બંને જણા ઝઘડી રહ્યા છે. જે દરમિયાન બંને બહેનો ત્યાં પહોંચતા મકબુલ સહિત ત્રણ ઈસમોએ રેશમાને ગડદા પાટુંનો માર માર્યો હતો. જ્યાં ઝઘડો થતાં લોકો દોડી આવ્યા હતા અને રેશમાને બચાવી હતી. જ્યાં મકબુલ રેશમાને કહેતો હતો કે હવે આ જ પછી તું મોસીનાને બચાવવા કે કંઈ કહેવા અમારા ઘરે આવીશ તો જાનથી મારી નાખીશ. તેમ કહીને તે નીકળી ગયો હતો. જ્યાં રેશમા તેમજ તેનો પતિ કડી તાલુકાના પોલીસ મથકે દોડી આવ્યા હતા અને મકબુલ સહિત 3 ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...