• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • Thola Village Of Kadi Beat The Youth With A Stick Three Times; The Young Man Suffered A Fracture While Attacking The Enmity Of A Fight Two Years Ago

આગઉની અદાવતે જીવલેણ હુમલો:કડીના થોળ ગામે યુવકને ત્રણ ઈસમોએ લાકડી વડે માર માર્યો; બે વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની અદાવત રાખીને હુમલો કરતા યુવકને ફ્રેક્ચર થયું

કડી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના થોળ ગામે આજથી બે વર્ષ પૂર્વે થયેલા ઝઘડાની અદાવત રાખીને યુવક ઉપર ઈકો ગાડી લઈને આવેલા ત્રણ ઈસમોએ ધોકા અને લાકડીઓ વડે હુમલો કરાવતા યુવકને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું. જેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાવલુ પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના કણજરી ગામના રાકેશ કે પોતે ડ્રાઇવિંગની નોકરી કરીને ગુજરાન ચલાવી રહ્યો છે. આજથી બે વર્ષ પૂર્વે કણજરી ગામે માતાજીના ગરબાનો પ્રસંગ હતો. તે વખતે તેમના ગામના જયેશે રાકેશને કહ્યું હતું કે, તું ગરબામાં છોકરીઓની છેડતી કેમ કરે છે. તેમ કહીને ગરબામાંથી કાઢી મૂક્યો હતો. જે દરમિયાન રાકેશ કોઈ મગજમારી ન થાય તે અનુસંધાને ત્યાંથી નીકળી ગયો હતો. જ્યાં રાકેશ પોતાના ગામેથી અમદાવાદ જવા માટે બાઈક લઈને નીકળ્યો હતો. ત્યારે થોળ ગામની ચોકડી પાસે પહોંચતા ઠાકોર જયંતીજી, ઠાકોર જયેશ અને ઠાકોર પોપટજી ઇકો ગાડી લઈને પાછળથી આવી રહ્યાં હતા. જેથી જયેશ ઝઘડો ન થાય તે માટે તે બાઈક લઈને થોળ ગામની અંદર જતો રહ્યો હતો.

કડી તાલુકાના કણજરી ગામના રાકેશ થોળ ગામે બાઈક લઈને પહોંચતા જ ત્રણ ઈસમો ગાડી લઈને રાકેશની પાછળ પાછળ થોળ ગ્રામ પંચાયત સુધી પહોંચી ગયા હતા. ત્યારે આવેલા ત્રણ ઈસમોએ રાકેશને બાઈક ઉપરથી નીચે ઉતારીને ધોકા અને લાકડીઓ વડે માર મારવા લાગ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. જ્યાં ઝઘડો થતાં આજૂબાજૂના લોકો આવી પહોંચ્યા હતા અને રાકેશે પોતાના પરિવારજનોને જાણ કરી હતી. આવેલા ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યાં રાકેશને ઇજાઓ પહોંચતા તેઓને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે તેઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાકેશને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું. જે મામલે બાવલુ પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...