ચોરી:ધારપુરા પ્રાથમિક શાળાના આચાર્યના બંધ મકાનમાં રૂ.1 લાખની ચોરી

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક કલોલ રહેતા હોઇ બંધ મકાનને નિશાન બનાવ્યું
  • 1100 ગ્રામ ચાંદીના અને 12 ગ્રામ સોનાના દાગીના ગયા

કડી પંથકમાં તસ્કરો જાણે કે દશેરાનું મુહૂર્ત કરતા હોય તેમ 48 કલાકમાં 3 સ્થળોએ હાથ માર્યો હતો. જેમાં કડી તાલુકાની ધારપુરા પ્રા. શાળાના આચાર્યના બંધ મકાનનાં તાળાં તોડી રૂ.1 લાખની કિંમતનાં સોના-ચાંદીના દાગીના ચોરી જતાં નંદાસણ પોલીસે તપાસ હાથ ધરી છે.

કડી તાલુકાના ધારપુરાના વતની અને હાલ કલોલ ખાતે રહેતા અરવિંદભાઈ મથુરદાસ પટેલ ધારપુરા પ્રા. શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેઓ કલોલમાં રહેતા હોઇ ગામનું મકાન બંધ રહે છે. શુક્રવારે વહેલી સવારે તેમના ધારપુરા સ્થિત બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસી તિજોરીમાંથી ચાંદીના 1100 ગ્રામ દાગીના અને સોનાના 12 ગ્રામ દાગીનાની ચોરી ગયા હતા. જે અંગે અરવિંદ પટેલે પોલીસને જાણ કરતાં નંદાસણ પોલીસે રૂ.1 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી મામલે ફરિયાદ નોંધવાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકામાં બે દિવસમાં 10.82 લાખની ચોરી
બોરીસણાની સીમમાં લીન્કન પોલીમર્સમાં રૂ.4.89 લાખ, કરણનગરની અંબિકા સોસાયટીમાં રૂ.4.93 લાખ અને ધારપુરામાં રૂ.1 લાખ મળી 10.82 લાખની બે દિવસમાં ચોરી કરી પોલીસને પડકાર ઊભો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...