પેટ્રોલ ચોરીની ઘટના CCTVમાં કેદ:કડીમાં ઘરની પાસે પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલની ચોરી; સ્થાનિકોએ બુમાબુમ કરતા ચોર ફરાર

કડી2 મહિનો પહેલા

કડી શહેર તેમજ તાલુકાની અંદર ચોરીની ઘટનાઓ અનેક ગણી વધી રહી છે. તેમજ સમગ્ર મહેસાણા જિલ્લામાં કડી ક્રાઈમ રેટમાં ઉચુ જતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડીના એક વિસ્તારમાં રાત્રિ દરમિયાન સોસાયટીમાં ઘરની પાસે પાર્ક કરેલું બાઈકમાંથી ચોર પેટ્રોલની ચોરી કરતો હોય તેવો વીડિયો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ચોર બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતો હતો. જે દરમિયાન સ્થાનિકો જાગી જતા સ્થાનિકોએ બુમાબુમ કરતાં ચોર ભાગી છૂટ્યો હતો.

પેટ્રોલ ચોરીના CCTV ફુટેજ સામે આવ્યા
કડી શહેરમાં આવેલ બાલાપીર ચોકડી પાસે આવેલ એક સોસાયટીમાં રાત્રિના બે વાગ્યાના અસરામાં તસ્કર ચોરી કરવા માટે ત્રાટક્યો હતો. ત્યારે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કર આંટાફેરા મારતો હોય તેવું જોવા મળી રહ્યું હતું. તેમજ ઘર પાસે પાર્ક કરેલી બાઈકમાંથી બાટલામાં પેટ્રોલ ચોરી કરતો તસ્કર પણ સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામ્યો હતો. જ્યારે સોસાયટીના રહીશો જાગી જતાં રહીશોએ બુમાબુમ કરતા તસ્કર ભાગી છુટયો હતો. સ્થાનિકોએ કડી પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે કડી પોલીસે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પેટ્રોલીંગમાં વધારો કરવા માગ
હવે દિવાળીના તહેવારો આવી રહ્યાં છે અને શહેરમાં રહેતા લોકો ફરવા અથવા તો પોતાના ગામ તહેવારો મનાવવા જઈ રહ્યાં છે. ત્યારે તસ્કરોના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, પોલીસ દ્વારા દિવાળીના તહેવારોમાં પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...